- પક્ષપલટાને કાબૂમાં રાખવા એંશીના દાયકામાં બંધારણીય સુધારા કરાયા હતા
- ૨૦૦૩માં બંધારણીય સુધારો કરીને પક્ષપલટા વિરોધી કાયદામાં બે તૃતિયાંશ સભ્યોની સંમતિથી સામૂહિક પક્ષપલટ
અમદાવાદ, તા. 17 મે, 2018, ગુરૂવાર
યેદિયુરપ્પાએ બહુમતી સાબિત કરવાના વિશ્વાસ સાથે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લઇ લીધા છે. રાજ્યપાલ વજુભાઇ વાળાએ ભાજપને બહુમતી સાબિત કરવા ૧૫ દિવસનો સમય આપ્યો છે. બીજી તરફ, કોંગ્રેસ અને જેડી-એસ પણ ગઠબંધન કરીને ૧૧૬ બેઠકના આંકડા પર પહોંચી ગયા છે.
આ સ્થિતિમાં કોંગ્રેસ અને જેડી-એસએ સુપ્રીમ કોર્ટમાં ધા નાંખી છે, પરંતુ ભાજપે બહુમતી સાબિત કરવાનો દાવો કર્યો છે તેનો અર્થ એ છે કે, કોંગ્રેસ કે જેડી-એસના સભ્યો પક્ષપલટો કરી શકે છે. હવે મુશ્કેલી એ છે કે, ભારતના રાજકારણનો ઇતિહાસ પક્ષપલટુઓથી બદનામ છે. એટલે જ ૧૯૮૦માં પક્ષપલટાને અટકાવવા સંસદે બંધારણમાં ૫૨મું સંશોધન કરીને દસમી અનુસૂચિ ઉમેરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ત્યાર પછી ૧૯૮૫માં દસમી અનુસૂચિમાં એન્ટિ ડિફેક્શન લૉ (પક્ષપલટા વિરોધી કાયદો) ઉમેરાયો હતો. જોકે એ પછી પણ પક્ષપલટો કાબૂમાં નહીં રહેતા તેમાં વધુ સંશોધનો કરાયા અને ૨૦૦૩માં એવું ઠરાવાયું કે, કોઈ એક વ્યક્તિ નહીં પણ સામૂહિક રીતે પક્ષ બદલવાની પ્રક્રિયા પણ ગેરબંધારણીય રહેશે. આ ઉપરાંત સંશોધન વખતે કલમ ત્રણને પણ ખતમ કરાઈ, જે અંતર્ગત એક તૃતિયાંશ સભ્યોને લઇને પક્ષપલટાને કાયદેસરનો ગણાવવામાં આવ્યો હતો. જોકે, અત્યારના કાયદા પ્રમાણે બે તૃતિયાંશ સભ્યોની સહમતિ જરૃરી છે
No comments:
Post a Comment