પીએમએલએ હેઠળ કરાયેલ કાર્યવાહી
- જપ્ત કરેલી જવેલરીમાં ૩૪,૦૦૦થી વધુ ઘરેણા : ઇડીની મની લોન્ડરિંગ તપાસ ચાલુ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 17 મે, 2018, ગુરૂવાર
પંજાબ નેશનલ બેંકના ૧૩૦૦૦ કરોડ રૃપિયાના કૌભાંડના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ આજે મેહુલ ચોક્સીની માલિકીના ગિતાંજલી ગુ્રપની ૮૫ કરોડની જવેલરી જપ્ત કરી લીધી છે. આ જવેલર દુબઇથી ખરીદવામાં આવી હતી. જપ્ત કરેલી જવેલરીમાં ૩૪,૦૦૦ ઘરેણા સામેલ છે.
એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ દુબઇથી ખરીદવામાં આવેલી જવેલરી જપ્ત કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પીએનબી કૌભાંડમાં ઇડી નિરવ મોદી અને મેહુલ ચોકસીની તપાસ કરી રહ્યું છે. ઇડી ઉપરંત અન્ય એજન્સીઓ પણ નિરવ મોદી અને મેહુલ ચોક્સીની વિવિધ આરોપો હેઠળ તપાસ કરી રહ્યું છે.
પંજાબ નેશનલ બેંકની નિરવ મોદી અને મેહુલ ચોકસી વિરુદ્ધ ફરિયાદને આધારે વિવિધ તપાસ એજન્સીઓ બંનેની તપાસ કરી રહી છે. સીબીઆઇ અને ઇડીએ દરેક કેસમાં બે એફઆઇઆર દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ ચાલુ સપ્તાહમાં જ બે ચાર્જશીટ દાખલ કરી હતી.
ઇડી આ કેસમાં ફક્ત મની લોન્ડરિંગના જ આરોપોની તપાસ કરી રહ્યું છે. ક્રિમિનલ કેસ દાખલ થાય તે પહેલા જ મેહુલ ચોક્સી અને નિરવ મોદી વિદેશ ફરાર થઇ ગયા હતાં.
No comments:
Post a Comment