Thursday, May 17, 2018

યેદિયુરપ્પાના શપથ પછી રાહુલે મોદીની ટીકા કરી

- ન્યાયતંત્ર, પ્રેસ ભયભીત છે અને ખુદ ભાજપના સાંસદો પણ પીએમ વિરુદ્ધ બોલતા ડરે છે


(પીટીઆઇ) રાયપુર, તા. 17 મે, 2018, ગુરૂવાર
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ અંગે ટિપ્પણી કરતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે સરમુખ્ત્યારના શાસન હેઠળ પાકિસ્તાનની જેવી સ્થિતિ હતી તેવી જ સ્થિતિ હાલમાં ભારતની થઇ ગઇ છે.
એક કાર્યક્રમને સંબોધતા દેશમાં હાલમાં ભયનું વાતાવરણ છે. ન્યાયતંત્ર અને પ્રેસને ધમકાવવામાં આવી રહ્યાં છે અને બંધારણ ઉપર પણ તીવ્ર હુમલા કરવામાં આવી રહ્યાં છે. યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા પછી રાહુલ ગાંધીએ આ ટિપ્પણી કરી હતી.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે દેશમાં બંધારણને પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે. કર્ણાટકમાં ધારાસભ્યો એક બાજુ છે અને રાજ્યપાલ બીજી બાજુ છે. ધારાસભ્યોને કરોડો રૃપિયામાં ખરીદવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જેડી(એસ)ના એક નેતાએ જણન્યું છે કે ભાજપ જેડીએસના ધારાસભ્યોને તોેડવા માટે ૧૦૦ કરોડ રૃપિયાનું ઓફર કરી રહ્યું છે.
રાહુલે જણાવ્યું હતું કે દેશમાં એક પછી એક તમામ લોકશાહી સંસ્થામાં આરએસએસ પોતાના લોકોની નિમણૂક કરે છે. દેશનું ન્યાયતંત્ર ભયભીત છે, પ્રેસના લોકો ભયભીત છે. આટલું ્છું હોય તેમ ખુદ ભાજપના સાંસદો પણ વડાપ્રધાન વિરુદ્ધ એક પણ શબ્દ બોલતા ડરે છે. આવી સ્થિતિ એવા જ દેશોમાં જોવા મળે છે જ્યાં સમુખ્ત્યારનું શાસન હોય છે.
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે પંજાબ નેશનલ બેંકના મુખ્ય આરોપી નિરવ મોદીને ઘણા સમયથી જાણતા હતાં પણ જ્યારે તે ખેડૂતોના નાણા લઇને વિદેશ ભાગી ગયો ત્યારે તે ચૂપ રહ્યા હતાં.

No comments:

Post a Comment