કોંગ્રેસે વડાપ્રધાન મોદીને ૨૦૧૧ની સ્થિતિ યાદ કરાવી
- મોદીએ ૨૦૧૧માં કર્ણાટકના રાજ્યપાલને નિર્ણય બદલવા અપીલ કરી હતી
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 17 મે, 2018, ગુરૂવાર
કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે યેદિયુરપ્પાએ શપથ લઈ લીધા હોવા છતાં કોંગ્રેસ અને જેડી-એસના સભ્યોએ રાજ્યપાલ વજુભાઇ વાળા સમક્ષ તમામ પક્ષોને ફરી એકવાર બોલાવવાની માગ કરી હતી. વિપક્ષોએ કહ્યું હતું કે, કર્ણાટકના રાજ્યપાલે તેમનો નિર્ણય ફેરબદલ કરવો જોઈએ.
કોંગ્રેસે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ૧૯મી મે, ૨૦૧૧ના રોજ ટ્વિટ કરીને કર્ણાટકના રાજ્યપાલ સમક્ષ 'રિકૉલ'ની માગ કરી હતી. અમે પણ મોદીની વાત સાથે સંમત છીએ. એ વખતે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને અરજ કરીને અપીલ કરી હતી કે, કર્ણાટકના રાજ્યપાલે લોકતાંત્રિક માળખા પર કુઠારાઘાત કર્યો છે. તેમણે બહુમતી સાબિત કરવા પક્ષોને ફરી વાર બોલાવવા જોઈએ.
વર્ષ ૨૦૧૧માં કર્ણાટકના રાજ્યપાલ એચ. આર. ભારદ્વાજ હતા. ભાજપે તેમના પર આરોપ મૂક્યો હતો કે, રાજ્યપાલ દ્વારા ભાજપ સરકારના સભ્યોની હેરાનગતિ કરાઈ રહી છે
No comments:
Post a Comment