કોંગ્રેસની અરજી મુદ્દે સુપ્રીમમાં રાત્રે ૨:૧૧થી ૫:૧૧ સુધી 'હાઈ વોલ્ટેજ' સુનવણી
- નવા ચૂંટાયેલા ધારાસભ્યો શપથ ના લે ત્યાં સુધી પક્ષપલટાનો કાયદો લાગુ ના પડે એવા એટર્ની જનરલ કે. કે.
કોંગ્રેસના ગઠબંધન પાસે ૧૧૬ અને ભાજપ પાસે ૧૦૪ બેઠક છે તો યેદિયુરપ્પા કેવી રીતે બહુમતી મેળવશે : સુપ્રીમને પણ આશ્ચર્ય
હોર્સ ટ્રેડિંગ ના થાય ત્યાં સુધી ભાજપ બહુમતી સાબિત ના કરી શકે, આ કેસને પક્ષપલટા વિરોધી કાયદાની નજરે જોવામાં આવે : સિંઘવી
નવી દિલ્હી, તા. 17 મે, 2018, ગુરૂવાર
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પછી સતત નાટયાત્મક ઘટનાઓ બની રહી છે. આ મુદ્દે કોંગ્રેસની સુપ્રીમ કોર્ટમાં અરજીની સુનવણી વખતે જજોે ભલે યેદિયુરપ્પાને શપથગ્રહણ કરતા રોક્યા નહીં, પરંતુ ભાજપે આપેલા તર્કોથી પણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો ખાસ સંતુષ્ટ ન હતા.
રાત્રે ૧:૪૫ વાગ્યે સુપ્રીમના દ્વાર ખૂલ્યા
કોંગ્રેસ બુધવારે ૧:૪૫ વાગ્યે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ત્યારે આ કેસની સુનવણી જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ અર્જન કુમાર સિકરી અને જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ શરૃ કરી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા, એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે રજૂઆતો કરી હતી. ભાજપ વતી પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી હાજર રહ્યા હતા, જ્યારે કોંગ્રેસે વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીને મેદાનમાં ઉતાર્યા હતા.
પક્ષપલટા કાયદા મુદ્દે બંને પક્ષે દલીલો
સુપ્રીમમાં મધરાત્રે ૨:૧૧ વાગ્યાથી પરોઢિયે ૫:૨૮ સુધી આશરે ત્રણ કલાક હાઇ વૉલ્ટેજ સુનવણી ચાલી હતી. આ દરમિયાન કેન્દ્રના વકીલોએ તર્ક આપ્યો હતો કે, કર્ણાટકમાં ભાજપ રાજ્યપાલે આપેલી ૧૫ દિવસની સમયમર્યાદામાં બહુમતી સાબિત કરી દેશે. એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે રજૂઆત કરી હતી કે, એવું જરૃર નથી કે કર્ણાટકમાં ધારાસભ્યોનો પક્ષપલટો થશે જ. એક પક્ષનો સભ્ય બીજા પક્ષમાં જાય ત્યારે પક્ષપલટાનો કેસ બને, પરંતુ ચૂંટાયેલા સભ્યો શપથ ના લે ત્યાં સુધી તેમના પર પક્ષપલટાનો કાયદો લાગુ ના પડે. પક્ષપલટા વિરોધી કાયદો નવા ચંૂટાયેલા ધારાસભ્યોને લાગુ ના પડી શકે કારણ કે, તેમણે હજુ સુધી શપથ લીધા જ નથી.
સુપ્રીમે આ તર્કને 'બકવાસ' ગણાવતા કહ્યું હતું કે, તેનો અર્થ એ છે કે તમે ધારાસભ્યોની ખરીદફરોતને ખુલ્લેઆમ આમંત્રણ આપી રહ્યા છો. ત્યાર પછી કોંગ્રેસ અને જેડી-એસ વતી રજૂઆત કરતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, ધારાસભ્યોની ખરીદફરોતને પ્રોત્સાહન ના મળે ત્યાં સુધી ભાજપ બહુમતી સાબિત કરી શકે એમ નથી. સુપ્રીમે પણ કહ્યું હતું કે, આ કેસને પક્ષપલટા વિરોધી કાયદા પ્રમાણે જોવામાં આવશે.
સિંઘવીએ કહ્યું 'જસ્ટિસ નેવર સ્લિપ'
જોકે, બંને પક્ષની દલીલો સાંભળીને સુપ્રીમે યેદિયુરપ્પાની શપથવિધિ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ સરકારના વકીલોના વિવિધ તર્ક મુદ્દે પણ તેમણે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ભાજપે બહુમતી માટે ૧૧૨નો આંકડો કેવી રીતે મળશે એ વિશે પણ સુપ્રીમે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ત્યાર પછી સુપ્રીમે કહ્યું હતું કે, યેદિયુરપ્પાએ બહુમતી સાબિત કરવા રાજ્યપાલને સોંપેલી ધારાસભ્યોની યાદી અમે જોઈ નથી, જે કોર્ટમાં રજૂ કરવામાં આવે. આ ઉપરાંત આવતીકાલે ૧૦:૩૦ વાગ્યે યેદિયુરપ્પા કોંગ્રેસ અને જેડી-એસની અરજી મુદ્દે જવાબ આપે.
આ અંગે સિંઘવીએ કહ્યું હતું કે, રાજ્યપાલ લોકતંત્રનો અસ્વીકાર કેવી રીતે કરી શકે? ભાજપ પાસે ૧૦૪ બેઠક છે, જ્યારે કોંગ્રેસ અને જેડી-એસ પાસે ૧૧૬. કોમન સેન્સની વાત છે કે, કઇ સંખ્યા મોટી છે. આ ઉપરાંત અડધી રાત્રે ધીરજપૂર્વક સુનવણી કરવા બદલ સુપ્રીમના ન્યાયાધીશોનો આભાર માનતા સિંઘવીએ કહ્યું હતું કે, જસ્ટિસ નેવર સ્લિપ